ગુજરાતી

GUJARATI
સહારા સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ અને ભાષાકીય રીતે વિશિષ્ટ સેવાઓ સાથે દક્ષિણી કેલિફોર્નિયાના દક્ષિણ એશિયાઇ સમુદાયની અંદરના તમામ પ્રકારના દુરૂપયોગથી બચી ગયેલા લોકોને સેવા આપે છે.
અમે શું કરીએ છીએ…
સહારા પ્રત્યક્ષ સેવાઓ, સામાજિક ન્યાયની હિમાયત અને સમુદાયની જાગૃતિ/શિક્ષણ દ્વારા દક્ષિણ એશિયન સમુદાયને સશક્ત બનાવે છે અને ઉદ્ધાર કરે છે
સમુદાય-આધારિત અમારા કાર્ય દ્વારા અમે:
ઘરેલુ અને લિંગ-આધારિત હિંસા, અને લૈંગિક હુમલોથી બચી ગયેલા લોકોના સમર્થન કરીએ છીએ
અમારા વડીલોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરીએ છીએ
અમારા દેશાગત સમુદાયોના અધિકારોનું રક્ષણ કરીએ છીએ
સહારાનો સેવાઓમાં શામેલ છે:
જાહેર લાભો
મેડી-કૈલ
ફૂડ સ્ટેમ્પો
રોક્ડાની મદદ
વૃદ્ધો માટે વિશિષ્ટ
એસએસઆઈ
મેડિકેર
અપંગતા
પ્રવેશ સેવાઓ
ઘરમાં સહાય સેવાઓ
વૃદ્ધોના દુરુપયોગમાટે સેવાઓ
કાનૂની સહાય
નાગરિકતાના અરજીમાં મદદ
દેશાગમન – વીએડબ્લ્યુએ, ટી-વિઝા, યુ-વિઝા, એસાયલમ, ડીએસીએ
કૌટુંબિક કાયદો – અટકાવીને આદેશ, બાળ અભિરક્ષણ અને સહાયનો આદેશ
માનસિક આરોગ્ય સહાય
ભાષામાં ઉપચાર – વ્યક્તિગત, કુટુંબ અને/અથવા જૂથ
સહાય જૂથો
આઘાત-જાણકાર સંભાળ
વૃદ્ધોના દુરુપયોગમાં સહાય સેવાઓ
પીડિત સહાય
કેસ સંચાલન
ન્યાય વ્યવસ્થાના શોધખોળ
સમુદાય સશક્તિકરણ
વાર્ષિક સમર યુથ પ્રોગ્રામ
દ્વિમાસિક વરિષ્ઠ સુખાકારી કાર્યશાળા
દુરુપયોગ જાગૃતિ શિક્ષણ અને તાલીમ
અમે હિન્દી, ઉર્દુ, પંજાબી, ગુજરાતી અને બાંગ્લા બોલીએ છીએ
અમે સમગ્ર દક્ષિણ એશિયન સમુદાયને મફત સેવાઓ પૂરી પાડીએ છીએ અને તમામ ધર્મ, જાતિઓ, વંશીયતા, રાષ્ટ્રીયતા અને લૈંગિક દિશાઓને શામેલ કરીયે છીએ.
ઘરેલું હિંસા અને જાતીય હુમલોમાં સહાય
સહારાના સંક્રાંતિકારી રહેઠાણનું ઘર લિંગ આધારિત હિંસાથી અને જાતીય હુમલોથી બચી ગયેલા લોકો માટે સાંસ્કૃતિક વિશિષ્ટ રહેઠાણ (હલાલ, કટ્ટર શાકાહારી શાકાહારી, માંસાહારી વગેરે) સાથે એક વ્યાપક અને ગોપનીય જગ્યા છે.
બચી ગયેલા લોકો માટે સહાયમાં શામેલ છે:
સલામતી/બહાર નીકળવાની યોજના
કેસ સંચાલન
પરામર્શ
જીવન કુશળતાની તાલીમ
રોજગાર શિક્ષણ
તમે જાણતા હો એવા કોઈ વ્યક્તિ દુરુપયોગનો અનુભવ કરી શકે છે. દુરુપયોગના કેટલાક ઉદાહરણો છે:
કોઈને ખરાબ લગાડવા માટે નામથી બોલાવવા
પીડિત, તેમના કુટુંબ, મિત્રો અથવા પાળતુ પ્રાણીને હિંસા કરવાની ધમકી.
દેશનિકાલ / કોલિંગ આઇ.સી.ઇ. ની ધમકી.
જાતીય સંબંધોમાં શામેલ થવા માટે દબાણ (લગ્નમાં પણ)
નાણાકીય દુરુપયોગ
પીછો કરવો અથવા સૂચિત કરવું
બાળકો, મિત્રો, કુટુંબ અને સમુદાયથી અલગ કરવું
હિમોફોબિક અને ટ્રાન્સફોબિક હિંસાના ખતરો
તૈયાર રહો, સલામત રહો
તમારી અને તમારા બાળકો માટે સલામતી યોજના રાખો
જો તમે તાત્કાલિક જોખમમાં છો અથવા ઇજાગ્રસ્ત છો, તો 911 પર કૉલ કરો અને સહાય માટે લેવો
જ્યારે સંઘર્ષમાં છો ત્યારે રસોડા અને બાથરૂમથી; તીક્ષ્ણ વસ્તુઓ વાળા કોઈપણ રૂમથી દૂર રહો
તમારા અને તમારા બાળકો માટે ઘરનો ફાજલ ચાવીઓ, કારની ચાવીઓ, રોકડા અને મૂળભૂત જરૂરતની વસ્તુઓથી ભરેલો બેગ રાખો
તમારી બેગમાં નીચેના દસ્તાવેજો (અથવા નકલ) રાખો:
રાજ્ય આઈડી / ડ્રાઈવર લાઇસન્સ
સામાજિક સુરક્ષા કાર્ડ(કાર્ડૉ)
ગ્રીન કાર્ડ (કાર્ડૉ) / પાસપોર્ટ (પાસપોર્ટો), દેશાગમનના કાગળો
લગ્ન પ્રમાણપત્ર
કારનો રજીસ્ટ્રેશન
બાળકોના જન્મ પ્રમાણપત્રો અને શાળાના રેકોર્ડ્સ
આરોગ્ય વીમાના દસ્તાવેજો
ક્રેડિટ કાર્ડ્સ, ચેક બુક, નાણાકીય કાગળો
તમારા બાળકોને જાણ કરો. તમારી સલામતી યોજનાની જાણ કરો અને તેમને કોઈ લડાઈના વચ્ચે નહીં આવવા માટે સૂચિત કરો.
દુરૂપયોગ ઘણા સ્વરૂપોમાં થાય છે. તે કોઈના સાથે પણ થઈ શકે છે અને તે એક જ વાર અથવા ઘણી વખત થઈ શકે છે.
દુરુપયોગ ક્યારેય તમારી ભૂલ ન હોય છે
તમે તમારા સાથે અપરાધ કરનાર વ્યક્તિની ભાવનાઓ અથવા ક્રિયાઓ માટે જવાબદાર નથી
તમે એક્લા નથી
સહાય ઉપલબ્ધ છે
અમે સાંભળી રહ્યા છીએ.
CONTACT US
If you would like to know more about SAHARA or help us continue to provide these services, please give us a call at 562-402-4132 or contact us.
Community of support










